Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શિનોર પેટા ચૂંટણી દરમિયાન કરજણ પોલીસે બે બુટલેગરોને પકડયા.

Share

હાલમાં 147 કરજણ-શિનોર વિધાનસભાની ચૂંટણીની ધમધમાટ તૈયારી ચાલતી હોય અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. હજુ બે દિવસ પહેલા જ ભરૂચમાં જિલ્લા પોલીસ નિરીક્ષણનાં સર્ચ ઓપરેશનમાં 6 થી વધુ બુટલેગરો પકડાય ચૂકયા છે તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ભરુચ જીલ્લાનાં કરજણથી પોલીસે વધુ 2 બુટલેગરોને ઇંગ્લિશ દારૂનાં જથ્થા સાથે પકડી પાડયા છે.

પ્રાપ્ત વિગત અનુસાર કરજણ શિનોરની પેટા ચૂંટણી દરમિયાન કરજણ પોલીસ બંદોબસ્ત દરમિયાન કરજણ L. C. B. ને ચોક્કસ બાતમી મળી હતી કે કરજણ હા. વે. નં 48 પર થી સુરતથી વડોદરા તરફથી એક હ્યુન્ડાઇ આઈ ટવેન્ટી ગાડી નં GJ-05-JP-5927 માં પરપ્રાંતી ઈંગ્લીશ દારૂ ભરીને આવે છે તો કરજણ L. C. B. સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના જવાનો તેમજ પંચોની વોચ ગોઠવી તેઓને પકડી પડ્યા હતા, ગાડીમાં તપાસ કરતા 2 આરોપી પકડાયેલ છે આરોપીના નામ (1) રાકેશ ભાઈ સુરેશભાઈ પટેલ રહે વલસાડ (2) અજયભાઇ રમણભાઈ પરમાર રહે દમણ અને ગાડીમાં મુદ્દા માલ દારૂની કુલ પેટી નંગ 48 જેમાં પાઉચ નંગ 2304 જેની કિંમત રૂ. 2, 30, 400અને હ્યુન્ડાઇ આઈ ટવેન્ટી ગાડીની કિંમત રૂ. 5 લાખ તેમજ 2 નંગ મોબાઈલ કિંમત રૂ. 5500 હોય કુલ મળી કિંમત રૂ. 7,35,000નો મુદ્દામાલ સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ત્રણ દિવસના વિરામ બાદ વરસાદના પુન: આગમનથી ચોમાસુ ખીલ્યું

ProudOfGujarat

રાજપીપળામાં ભારે વરસાદમાં સ્ટેશન રોડ અને વડિયા પેલેસ રોડ પરના બે કોટની દીવાલો ધરાશાયી થતાં રીપેર કરવાની માંગ.

ProudOfGujarat

સેવાશ્રમ રોડ પર વ્યાજખોરે લારી ચલાવનારને ઢીબી નાંખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!