Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હીર ગાંધી હેન્ડીકેપ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કરવામાં આવી.

Share

ભરૂચ જીલ્લામાં વિવિધ સેવાઓ કરતી હિર ગાંધી હેન્ડીકેપ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વિધવા માતાઓના અભ્યાસ કરતાં બાળકોને નોટબુકો, સ્ટેશનરી કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાણીની બોટલનું પણ વિતરણ ઝધડીયા GIDC માં આવેલ ગેલેકસી કંપનીની સી.એસ.આર. કમિટીનાં સભ્ય ડેપ્યુટી લીડર રમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. નોટબુકો, સ્ટેશનરી કીટ અને માસ્કનું વિતરણ ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા તેમજ ટ્રસ્ટનાં પ્રમુખ મનીષ ગાંધી અને ઉપપ્રમુખ વિજયાબેન સેનાપતિ અને સેક્રેટરી સંજયકુમાર વંઝાનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેનો લાભ 38 જેટલા વિદ્યાર્થીએ લીધો હતો.

Advertisement

Share

Related posts

સુરત સાયબર ક્રાઈમ પોલીસે બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી, સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી આપશે ટિપ્સ!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના એક ગામમાં બનેલ બળાત્કારની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નામદાર અદાલત…

ProudOfGujarat

છોટા હાથી ટેમ્પો ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ગંભીર રીતે ઘવાયો : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચિત્રકુટ સોસાયટી 2ના ગેટ સામેની ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!