Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

Share

ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે ગુજરાતનાં સુપર સ્ટાર એવાં નરેશ કનોડિયાનું આજરોજ મૃત્યુ થવાથી શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચનાં લોક ગાયક તેમજ દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત એવાં અભેસિંહએ ગુજરાતનાં સુપર સ્ટાર એવાં નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેમણે જણાવ્યુ હતું કે સ્વર્ગીય નરેશ કનોડિયા ગીત, સંગીત અને અભિનયના સથવારે લોકોના જનમાણસ પર છવાઈ ગયા હતા તેઓની અભિનય ક્ષમતા જોતાં ફિલ્મોમાં કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવવા તેઓ સક્ષમ હતા, તેઓના હાવભાવ અને ખાસ કરીને તેમની આગવી અભિનય કળા લોકોના મન જીતવામાં સફળ થઈ હતી. આવા બહુમુખી કલાકારને લોકગાયક અભેસિંહ રાઠોડે દુ:ખ વ્યકત કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પી હતી. આ પ્રસંગે સ્કૂલનાં સ્ટાફ મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

IPL ની મેચો પર સટ્ટો રમાડનાર યુવાનને ઝડપી પાડતી એસ.ઓ.જી ટિમ…

ProudOfGujarat

રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા જિલ્લામાં મહિલા સંગઠનની નિમણૂંક

ProudOfGujarat

પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાએ પતિએ યુવાનને ઢીબી નાંખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!