Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ઝંઘાર ગામનાં ખેડૂતોનાં આકરા તેવર સામે વીજતંત્ર ટાઢું બોળ.

Share

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં ખેડૂતોને વિજળી પુરવઠો નિયમિત રીતે અધવચ્ચે કટ થઈ જતાં છેવટે ઝંઘાર ગામનાં સરપંચની આગેવાની હેઠળ ખેડૂતોએ રવિવારે પાલેજ જી.ઇ.બી માં રજુઆત કરી હતી. ખેડૂતોને પુરવઠો પાલેજ એસ.એસ માંથી મળે છે. તે વચ્ચેનાં સેગવા વરેડિયા ગામોમાંથી હેલ્પરો સ્વીચ ઓફ કરી પુરવઠો વારંવાર ખોરંભે પાડતાં હોવાનો આક્ષેપ કરી નબીપુર પોલીસમાં ખેડૂતોએ સહીઓ સાથે અરજી પણ આપી જરૂરી કાયદેસરના પગલાં લેવાની પણ માંગ કરી હતી.

એક તરફ ખેડૂતોનો પાક સુકાય છે. બીજી તરફ તંત્ર ખેડૂતોને હલદરવા અને પાલેજની કચેરીએ ધરમ ધક્કા ખવડાવતા હોવાના ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે. ખેડૂતોનો ઉભો પાકો કપાસ, તુવેર સુકાય છે. ઘઉંની ખેતી માટે ખેતરો તૈયાર કરવાના હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

યાકુબ પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

કોર્પોરેટ ક્રિકેટની શરૂઆતનું ઉદઘાટન કરાયુ…..

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!