Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share

આવનારા દિપાવલી પર્વનાં અનુસંધાને ભરૂચ નગરનાં નગરપાલિકા વિસ્તારમાં સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનાં અનુસંધાને બહાદુર બુરજ સખી મંડળ દ્વારા સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાએ કર્યું હતું. સખી મીઠાઇ અને નમકીન સ્ટોલ ખાતે ઉચ્ચ ગુણવત્તા તેમજ સ્વાદ ધરાવતી કાજુ કતરી અને અન્ય મીઠાઇઓ તેમજ નમકીન વ્યાજબી ભાવે મળશે. મહિલાઓનાં વિકાસ માટે સખી મીઠાઇ અને સખી નમકીન એક ઉદાહરણરૂપ છે જેમાં સખી મંડળનાં સભ્યોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એમ જણાવાયું હતું. આ પ્રસંગે સખી મંડળની બહેનો તેમજ શુભેચ્છકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

ProudOfGujarat

નયનાચોક ખાતે ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!