Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાજપારડી નગરમાં તહેવારોને લઇને પોલીસની ફ્લેગ માર્ચ.

Share

દિવાળીના પર્વનાં દિવસો ચાલી રહ્યા છે, ત્યારે તહેવારો નિમિત્તે લોકોમાં સલામતીની લાગણી મજબુત બને તે હેતુથી ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. દિવાળી પછી નવા વર્ષની શરૂઆત થતી હોઇ, દિવાળીનાં પર્વનું મોટું મહત્વ હોય છે. ત્યારે હ‍ાલ મનાવવામાં આવી રહેલ તહેવારોને અનુલક્ષીને રાજપારડી પોલીસ દ્વારા પી.એસ.આઇ.જયદિપસિંહ જાદવનાં નેતૃત્વમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પી.એસ.આઇ.જાદવે જણાવ્યુ કે દિવાળી તેમજ બેસતા વર્ષના દિવસો નજીકમાં છે, ત્યારે તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી થાય તે આશયથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજિત ફ્લેગ માર્ચમાં રાજપારડી પોલીસનાં જવાનો જોડાયા હતા. ફ્લેગમાર્ચ રાજપારડીનાં બજારોમાં ફરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મતદાનનાં દિવસે જાણો કયા-કયા નેતાઓએ કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

ભરૂચ ન કોટ વિસ્તાર માં આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે રૂમ માં થયેલ હત્યા મામલે પોલીસ ને મોટી સફળતા મળી હતી….ડો.અને કમ્પાઉન્ડર ઝડપાયો ….

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!