Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ ના મહંમદ પુરા માં પાણી નું ટેન્કર ડિવાઈડર ની એંગલો માં ઘુસ્યું ..મોટી દુર્ઘટના ટળી….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર ના મુખ્ય મથક એવા મહંમદ પુરા વિસ્તાર માં આજ રોજ સાંજ ના સમયે શહેર ના બંમ્બા ખાના વિસ્તાર તરફ થી આવતું એ જી ગળી એમ્તીયર લખેલા પાણી ભરેલ ટેન્કર ના ચાલકે અચાનક બ્રેક ઉપર નો કાબુ ગુમાવતા ટેન્કર મુખ્ય માર્ગ ઉપર ના ડિવાઈડર માં ભટકાયું હતું……
ધડાકા ભેર ડિવાઈડર માં ટેન્કર ભટકાતા એક સમયે સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ઘટના ના પગલે નજીક માં બેઠેલા લોકો માં ભારે દોઢધામ જેવો માહોલ સર્જાયો હતો જોકે ટેન્કર ચાલક અને રાહદારી ઓને સમગ્ર ઘટના માં કોઈ નુકશાન ન થતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો …..
જયારે સમગ્ર ઘટના માં મહંમદ પુરા ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ડિવાઈડર ના એંગલો તેમજ ટેન્કર ના આગળ ના ભાગે નુકશાની થઇ હોવાનું જાણવા મળ્યું હતું….
 હારૂન પટેલ

Share

Related posts

હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

બીબીબીપીની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ભારત સરકાર દ્વારા અમદાવાદ જીલ્લા ટીમને સન્માનિત કરાઇ

ProudOfGujarat

વડોદરા જીલ્લાના ભગાનામુવાડા ગામે ચડ્ડિબનિયનધારી ટોળકી ત્રાટકી.

ProudOfGujarat
error: Content is protected !!