Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર…

Share

સિવિલ હોસ્પિટલ ભરૂચનાં કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ કેદી ફરાર થઈ ગયો હોવાની ઘટના બનતા સનસનાટી ફેલાઈ ગઇ છે. હાલ તો પોલીસ તંત્ર દ્વારા ફરાર કેદીને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી ફરાર થયેલ કેદીના બનાવની વિગત જોતા સંતોષ રૂપરામ ચૌધરી ઉં.વ. 25 વાહન ચોરી અને અન્ય નાના-મોટા ગુના અંગે સબજેલમાં રાખવામાં આવ્યો હતો. આ કેદીની તપાસ અર્થે તેને લઇ જવાનો હોય તેનો કોરોનાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોરોનાં વોર્ડમાંથી રાત્રિનાં સમયે સંતોષ ચૌધરી ફરાર થઈ જતા પોલીસે ચારે દિશામાં તેને શોધવા અંગેની કવાયત શરૂ કરી છે. સબજેલમાં સંતોષ સાથે રહેતા અન્ય સાત કેદીઓના કોરોનાં રિપોર્ટ કરાવવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર.

ProudOfGujarat

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 22 કોરોના પોઝીટિવ દર્દીઓ નોંધાતા જીલ્લામાં કુલ સંખ્યા 665 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!