Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બાયપાસ ચોકડી પરનો ઓવરબ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર સળિયા બહાર નીકળતા સ્થાનિકોએ જોખમ વ્યક્ત કર્યો..!!

Share

ભરૂચ દહેજને જોડતા માર્ગ ઉપર બાયપાસ ચોકડી ખાતે એક ફ્લાયઓવર બ્રિજ આવેલ છે, આ બ્રિજ તેના નિર્માણ કાર્ય બાદથી જ જાણે કે અવારનવાર ચર્ચામાં આવ્યો છે, બ્રિજ ઉપર મસમોટા ખાડા અને ખાડાનાં કારણે દેખાવા લાગેલા સળિયા હવે લોકો માટે જોખમી બનવા તરફ જઇ રહ્યા છે.

બાયપાસ ફ્લાયઓવર બ્રિજ પર સળિયા દેખાવા લાગતા આસપાસના સ્થાનિકોમાં બ્રિજ દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે, બ્રિજ ઉપરથી પસાર થતા ભારદાર વાહનોને લઇ બ્રિજ પર ગમે ત્યારે કોઈ દુર્ઘટના નિર્માણ પામી શકે તેમ છે..!!

આ બ્રિજ ઉપર ખાડાને લઈ અને તેની ખસતા હાલત અંગે સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો કરી છે તેમ છતાં માત્ર કામ ચલાઉ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતા અહીંયા અવારનવાર ખાડા પડી રહ્યા છે જે ભવિષ્યમાં જોખમી સાબિત થાય તો નવાઈ નહિ..!!

Advertisement

Share

Related posts

ભરૂચમાં થર્ટી ફર્સ્ટ પહેલાં જ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતાં 9 ઝડપાયાં

ProudOfGujarat

અગ્નિપથ યોજનાનો વિરોધ, આજે સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજીઓ પર સુનાવણી.

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જીલ્લામાં દશામાની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!