Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorized

ભરૂચમાં “વોટ ચોર ગદ્દી છોડ” કાર્યક્રમનો પ્રારંભ : સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાન શરૂ

Share

ભરૂચ શહેરમાં “વોટ ચોર ગદ્દી છોડ” અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર-૧માંથી કરવામાં આવી હતી, જ્યાં વોટ ચોરી સામે પ્રજાજાગૃતિ ફેલાવવા માટે ટોયલસીકલને જનદી અપાઈ હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વોટની સુરક્ષા માટે સહી ઝુંબેશ તેમજ મિસ્ડ કોલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડમાં પણ કરવામાં આવશે અને જનતાને સાથે લઈ લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે.આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન દિનેશ ખુમાણ, શુક્લા જી, ઝુલ્ફીકાર રાજ, વોર્ડ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાળા, વિરોધ પક્ષના નેતા જુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

હીરા પેઢી પક ઈન્કમ ટેક્સની રેડ અભી જારી, સુરતમાં 200 કરોડના ડૉક્યુમેન્ટ મળ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા લોક ડાઉન 5 અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની સગીર યુવતીને એક ઇસમ લગ્નના ઇરાદે ભગાડી ગયો હોવાની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!