Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અપહરણનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભરૂચ પોલીસ….

Share

છેલ્લા સાત મહિનાથી અપહરણનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ એસ.ઓ.જી. એ બાતમીનાં આધારે પાનોલી મહારાજા ચોકડી પાસેથી પકડી પાડયો છે.

આ કેસની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ અને એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેકટર કે.ડી.મંડોરાઓનાં માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા કવાયત હાથ ધરેલ હોય જેમાં પી.એસ.આઇ. એમ.આર.શકોરિયા તથા એન.જે. ટાપરિયા તેમજ એસ.ઓ.જી. ની ટિમ દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવતા હેડ કોન્સટેબલ અનિરુદ્ધસિંહ રણજીતસિંહને બાતમી મળેલ કે સુરત શહેરનો પૂણા પોલીસ સ્ટેશનનો અપહરણનો ગુનો કરી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઐયુબ ઈદ્રીસ ડિપોટી (સીદાત) ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વરની મહારાજા ચોકડી પાનોલી જી.આઇ.ડી.સી. ખાતે રહેતો હોય પોલીસે આ બાતમીના આધારે વોન્ટેડ આરોપીને પકડી લઈ અંકલેશ્વર રૂરલ પોલીસમાં સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ પાસે સ્પિડમાં દોડતા ડમ્પરે મોપેડને ટક્કર મારી

ProudOfGujarat

ભરૂચના જંબુસરમાં એક્સપ્રેસ હોટલ પાસેથી વરલી મટકા ના જુગારીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

રાજકોટ (જસદણ) : એસટી બસે બાઈકને ટક્કર મારતા પિતા, પુત્રનુ મોત.માતાને સારવાર હેઠળ ખસેડાઈ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!