Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલે અંગ કસરતનાં સાધનોનું લોકાર્પણ કર્યું.

Share

ભરૂચ જીલ્લા આયોજન મંડળ અને ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટમાંથી આજે ભરૂચ શહેરની મધ્યમાં આવેલા માતરીયા તળાવ ખાતે વિવિધ જગ્યાઓ પર હળવી અંગ કસરતનાં સાધનોનું રૂ.પાંચ લાખની ગ્રાન્ટથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં માતરીયા તળાવમાં વહેલી સવારે અને સાંજે અનેક લોકો સ્વાસ્થયની કાળજી માટે ચાલવા આવતા હોય છે આથી અહીં આ પ્રકારની કસરતનાં સાધનો મૂકવાથી લોકોની સુખાકારીમાં વધારો થશે.

તેમજ આ તકે ધારાસભ્ય દુષ્યંત પટેલે કસરતનાં સાધનોનું લોકોર્પણ કરતી વખતે જણાવ્યુ હતું કે આધુનિક સમયમાં ઓપન જીમનો કોન્સેપ્ટ લોકો અપનાવતા થયા છે તેવામાં અહીં માતરીયા તળાવનાં ગાર્ડનમાં તથા વિવિધ જગ્યાઓ પર અંગ કસરતનાં સાધનો મૂકવાથી લોકો વધુ સારી રીતે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકશે.

હાલ મેટ્રોસીટી અને ઓપન પાર્કમાં લોકો કસરત કરતાં થયા છે. તેવામાં મોર્નિંગ વોક માટે આવતા લોકો માટે હળવી કસરતો કરવી વધારે સારી રહેશે આ તમામ સાધનોનો ઉપયોગ ભરૂચનાં રહેવાસીઓ કરે અને સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થાય, હાલનાં સમયમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય બન્યું છે, આથી તે હેતુસર આજે રૂ.પાંચ લાખની ગ્રાન્ટમાંથી અહીં ભરૂચનાં માતરીયા તળાવ ખાતે ઓપન જીમનાં સાધનો મૂકવામાં આવ્યા છે, તેમજ ભરૂચનાં અન્ય ગાર્ડન અને પાર્કમાં પણ આ પ્રકારનાં સાધનો મૂકવાનો આ તકે પોતાનો વિચાર વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસે રેમડેસીવીરની કાળા બજારના ત્રણ ગુના શોધી કાઢયા.

ProudOfGujarat

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!