Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક યોગ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

ભરૂચ અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા તા:૩૧.૦૧.૨૦૨૧ ના રોજ સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ ના સમયે લિંક રોડ, એચ.ડી.એફ.સી બેન્ક, સંકટ મોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક યોગ કક્ષાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મુખ્ય અતિથિ તરીકે પતંજલિ યોગ સમિતિ ના સાઉથ ગુજરાત ના રાજ્ય પ્રભારી આદરણીય શ્રી વિનોદભાઈ શર્મા, ભરૂચ એજ્યુકેશન એસોસિયેશન ના પ્રમુખ શ્રી ભાવિનભાઈ પટેલ, એલિડ સ્કુલ ના સંચાલક શ્રી અરુણભાઈ જાદવ, રાજપુત મહિલા ઉત્કર્ષ સમિતિ ભરૂચ ના પ્રમુખ શ્રીમતી અનસુયાબા રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શ્રી ઇન્દ્રવદન રાણા, મહિલા પતંજલિ યોગ સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ શ્રી પ્રકાશચંદ્ર પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા યોગ ટ્રેનરો અને યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ભરૂચના યોગ કોચ એવં પતંજલિ યોગ સમિતિ ના જિલ્લા પ્રભારી અને પતંજલિ ગુજરાત રાજ્ય ના સોશ્યલ મીડિયા પ્રભારી શ્રી પ્રકાશચંદ્ર પટેલ ના ભગીરથ પ્રયત્નોથી આ કાર્યક્રમ સફળ થયો હતો. સાઉથ ગુજરાત ના રાજ્ય પ્રભારી આદરણીય શ્રી વિનોદભાઈ શર્મા દ્વારા યોગ કક્ષાનું સંચાલન કરવામાં આવ્યું. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને યોગાભ્યાસ કરવવાની કળા થી ઉપસ્થિત લોકોમાં પ્રસંન્નતા અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. તેઓએ સમગ્ર ગુજરાત યોગમય બને, બધા જ લોકો તંદુરસ્ત રહે તે માટે પતંજલિ યોગ સમિતિ અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે જોડાવવા માટે ની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અલગ અલગ કુલ-૪ ગુનાઓમા નાસતા ફરતા રીઢા આરોપીને દબોચી લેતી સુરત જીલ્લા એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ ફલશ્રુતિનગર વિસ્તારમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલને પરવાનગી અપાતાં રહીશોમાં રોષની લાગણી ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી માં પર્યાવરણ દિવસ પહેલા જ ઔદ્યોગિક એકમો પર્યાવરણને નુકશાન પહોંચાડવાનું કૃત્ય યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!