Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદા નદી ઉપરનાં જુના અને નવા સરદાર બ્રિજની નીચે ગેરકાયદેસર રેતી ઉપર ખાણ ખનીજનો સપાટો…

Share

– ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યું હોવાની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગના કે જે રાજપરા સહિતની ટીમે ધામા નાખ્યા.

– મોટા પ્રમાણમાં રેતી ખનન થયું હોવાના કારણે માપણી કરવામાં આવી.

Advertisement

– સ્થળ ઉપરથી 2 જેસીબી 1 ડમ્પર સહિતના વાહનો જપ્ત કરાયા.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનન થઇ રહ્યું હોવાની બાતમી ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓને થતાં તેઓએ ભરૂચના કેબલ બ્રિજ નીચે રેતી ખનન કૌભાંડ ઉપર સપાટો બોલાવ્યો હતો અને મોટા પ્રમાણમાં રેતી ખનન કર્યું હોવાની માહિતી મળતા તેઓએ સ્થળ પરથી તમામ વાહનો જપ્ત કરી રેતી ખનન કરાયેલી જગ્યાની માપણી કરી તપાસ આરંભી હતી.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે ભૂમાફિયાઓ આડેધડ રેતી ખનન કરી રહ્યા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હતી જેના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના જુના અને નવા સરદાર બ્રિજની વચ્ચે નીચેના ભાગે નર્મદા નદીના પટમાં મોટાપાયે રેતીખનન થઈ રહ્યું છે જેના પગલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ વહેલી સવારથી પોતાની ટીમ સાથે સ્થળ ઉપર રેડ પાડી હતી જેમાં એક ડમ્પર રેતી ભરેલું મળી આવ્યું હતું જે રેતધારકોની પૂછપરછ કરતાં કોઇપણ જાતના રોયલ્ટી કે લીઝના દસ્તાવેજી પુરાવા રજૂ ન કરતા આખરે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સમગ્ર નર્મદા નદીના પટમાં તપાસ કરતાં મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન થયું હોવાનું સામે આવતા સ્થળ ઉપરથી રેતી ખનન કરાઈ રહેલા બે જેસીબી અને એક ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું અને રેતી ખનન કરાયેલી જગ્યા ઉપર કેટલું ખનન કરાયું છે તે માટે માપણી કરવામાં આવી હતી.

જો કે રેતીખનનની પરવાનગી કરતાં વધુ પ્રમાણમાં રેતી ખનન કરી હોવાનું સામે આવતા આખરે ખાણ ખનીજ વિભાગના અધિકારીએ લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ ઉપર મોટા પાયે રેતીખનન થયું હોવાનું ફલિત થતાં સમગ્ર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સમગ્ર વિસ્તારનું માપણી કરી દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

જોકે નર્મદા નદીના પટમાં મોટાપાયે રેતીખનન થયું હોવાનું સામે આવતા ઘણી વખત આ પંથકમાં નર્મદા નદીમાં દરિયાઇ ભરતીનાં પાણી પણ કેટલાક વિસ્તારોમાં ફરી વળતા હોવાના કારણે ખાડાઓમાં લોકો ડૂબી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે ભૂમાફિયાઓની લાપરવાહીના કારણે પણ ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પણ હવે લાલઘૂમ બન્યા છે.


Share

Related posts

વાલીયા તાલુકાની ગુંડીયા ગામની સીમમાંથી ભારતીય બનાવાટના વિદેશી દારૂનો જથ્થો તથા વાહનો મળી કુલ રૂપિયા 26,74 લાખ વધુની મત્તા જપ્ત

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!