Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શેઠ ફળિયા વિસ્તારમાં ગટરલાઇન લીકેજનાં કારણે મકાનમાં ભૂવો પડયો.

Share

ભરૂચમાં શેઠ ફળિયા વિસ્તામાં રહેણાંક મકાનમાં ગટરલાઇન લીકેજનાં પગલે જમીન પોચી થવાથી ભૂવો પડયો હતો.

આજે સવારે ભરૂચનાં શેઠ ફળિયા વિસ્તારમાં પુષ્પાબાગની સામે ગટરલાઇન બ્લોક થવાથી ગટરનું સમગ્ર પાણી એક સ્થાનિક રહેવાસીનાં ઘરમાં સમાતું હોવાથી ઘરમાં ભૂવો પડી જતાં ભયનો માહોલ સર્જાયો હતો. જયેશ જોશીએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમો આ સમસ્યાથી પીડાયે છીએ છેલ્લા એક વર્ષથી ભરૂચ નગરપાલિકાને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે તેમ છતાં અમારી સમસ્યાને કોઈ ધ્યાને લેતું નથી. આજે અમારા ઘરમાં ભૂવો પડી ગયો છે જેનું મુખ્ય કારણ અહીંથી પસાર થતી ગટર છે જેનું પાણી મેઇન ગટરમાં જતું નથી અને મારા ઘરમાં જ સમાઇ જાય છે અને નગરપાલિકાનાં સત્તાધીશોને આ મુદ્દે યોગ્ય કરવા જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનુ આયોજન કરાયું.

ProudOfGujarat

સુરત : કોરોના વાઈરસ સામે જાગૃતિ લાવવા સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ગીત બનાવ્યું.

ProudOfGujarat

ભરૂચના NDPS એક્ટના નાસતા ફરતા આરોપીને મંગલદીપ સોસાયટી ખાતેથી ઝડપી પાડતી એસઓજીની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!