Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાત પોલીસદળ વર્ગ-3 ની ભરતીની જાહેરાતમાં અનુસુચિત જાતિને અન્યાય થતાં આવેદનપત્ર પાઠવાયું.

Share

સમગ્ર ગુજરાતમાં હાલ પોલીસ દળ વર્ગ-3 ની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં અનુસુચિત જાતિને અનામતનો નિયમ આપવામાં ન આવતા અનુસુચિત જાતિનાં ઉમેદવારોને અન્યાય થતાં જંબુસર ખાતે મામલતદાર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતુ.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પોલીસદળ વર્ગ-3 ની ભરતીની જાહેરાતમાં અનુસુચિત જાતિની ભરતી નિયમ મુજબ ન કરવામાં આવે તેવું આ જાહેરાતમાં સપષ્ટપણે જોઈ શકાય છે. અનુસુચિત જાતિ સાથે થયેલ અન્યાયને સમાજ સાંખી લેશે નહીં આથી આ જાહેરાતમાં તાત્કાલિક ધોરણે સુધારો કરી અનુસુચિત જાતિને મળતા અનામતનાં લાભ મુજબની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવે તેમ બહુજન રિપબ્લિકન સોશ્યાલિસ્ટ પાર્ટીનાં માધ્યમથી જણાવવામાં આવ્યું છે. જો આગામી સમયમાં આ ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અનુસુચિત જાતિ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર વન કુટિર પાસે રંગલી ચોકડી પાસે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી પિસ્તોલ અને દેશી તમંચા સાથે બે શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

વાગરા: વોરાસમની ગામે એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો..*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!