Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાનાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો.

Share

નેત્રંગ તાલુકાનાં ગાંધી બજાર વિસ્તારમાં આવેલ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો હતો. તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળામાં પાછલા ૭ વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા તમન્નાબેન સુંદરભાઈ વસાવા કે જેઓ કન્યા શાળામાં ધોરણ ૬ થી ૮ ના ગણિત અને વિજ્ઞાન શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા હતા.

જેઓની નેત્રંગ કન્યા શાળાથી સાકવા પ્રાથમિક શાળા ખાતે બદલી થતા શાળા પરિવારે તેમનો વિદાય સમારોહ યોજ્યો હતો. જેમાં પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રોએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી વિદાય સમારોહ યોજયો હતો. આ પ્રસંગે શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષિકા વિદાયથી ભાવુક બન્યા હતા.

પટેલ બ્રિજેશકુમાર બી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતોમાં એક બાળકીનું મોત અને એક ઇસમને ઇજા

ProudOfGujarat

ભરૂચમાં ચોરીની બુલેટ સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

ProudOfGujarat

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!