Proud of Gujarat
INDIAFeaturedGujarat

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસીય ગુજરાત પ્રવાશે, ભરૂચ અને સુરતનાં કાર્યક્રમોમાં આપશે હાજરી.

Share

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પોતાના ધર્મ પત્ની સાથે આજથી બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાશે આવનાર હોય પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જાણવા મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજ સુધી હવાઈ માર્ગે ભરૂચ ખાતે આવનાર છે, જેઓ જી.એન.એફ.સી ખાતે આવી પહોંચી સ્થાનિક લોકલ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

ભરૂચ ખાતે રાત્રી રોકાણ કરી વૃક્ષા રોપણ સહિતનાં કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ આવતી કાલે સુરત ખાતે પહોંચશે જ્યાં તેઓ દાંડી યાત્રા સહિતનાં ખાનગી લોકલ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, બાદમાં આવતીકાલે રાત્રે તેઓ પરત હવાઈ માર્ગે મધ્ય પ્રદેશ જવાના છે.

Advertisement

શિવરાજસિંહ ચૌહાણનાં કાર્યક્રમને લઇ તંત્ર પણ એક્શનમાં જોવા મળ્યું છે, જ્યાં ભરૂચ પોલીસ વિભાગ દ્વારા તેઓના કાર્યક્રમ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા મેડિકલ સાધનો સહિતની વ્યવસ્થા તેઓના કાર્યક્રમ સ્થળોએ સ્ટેન્ડ બાય કરી હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.


Share

Related posts

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : વેપારીને સોશિયલ સાઇટ થકી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે ધંધામાં રોકાણ કરવા જતા છેતરપિંડીનો શિકાર બન્યા

ProudOfGujarat

ભરૂચ નગરના ગાંધી બજારના વેપારીઓ વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!