Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયાનાં કવચિયા પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મોત નીપજયાં.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કવચિયા ગામ ખાતે ગત સાંજનાં સમયે કેટીએમ બાઇક અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિ ઓના કમકમાટીભર્યા મોત નીપજયાં હતા.

કેટીએમ બાઇક નંબર જીજે-૨૨-એલ પર સવાર થઇ કૌશિક ભુપતભાઈ વસાવા ઉં.વ. ૨૦ તેમજ અક્ષય કિશન વસાવા ઉં.વ ૧૯ નાઓ સવાર થઇ જઈ રહ્યા હતા દરમિયાન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આવેલ અલ્ટો કાર નંબર જી.જે-૫-સીઓ-૮૪૫૬ ના ચાલકે બાઇક સવાર બંને ઇસમોને ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજતું હતું તો અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું, ઘટનાના પગલે અલ્ટો કારનો ચાલક ઘટના સ્થળે જ ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો, હાલ સમગ્ર મામલા અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ભરૂચમાં આજરોજ વોર્ડ નં.10 નાં કોંગ્રેસનાં કાઉન્સિલર અને કોંગ્રેસનાં આગેવાનનાં પત્નીનું કોરોનાનાં કારણે મોત…

ProudOfGujarat

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી માર્ગ પર ટ્રકની અડફેટે બાઇક સવાર યુવાનનું કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!