Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોના બેફામ.

Share

નેત્રંગ ટાઉન સહિત પંથકમાં કોરોનાનો કહેર અવિરત ચાલુ રહેતા નેત્રંગ ટાઉનમાં ૫ જયારે ગામ્ય વિસ્તારમાં ૨ લોકો કોરોના સંકમિત થયા છે. તેમ છતાં પણ પ્રજા બિંદાસ બની છે.
તો બીજી તરફ પ્રજાના જનઆરોગયની સુખાકારી માટે નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત કાર્યશીલ રહેતા ૭૫ દિવસના સમયગાળામાં તાલુકા ભરમાં ૯૦૦૦ લોકોને વેકસીન મુકવાની કામગીરી કરી છે જે આજની તારીખમાં પણ રાબેતા મુજબ પૂરજોશમાં ચાલુ જ છે.
નેત્રંગ ટાઉનમાં કોરોના ધીરે ધીરે પોતાની જમાવટ ફેવિકોલની માફક કરતા ટાઉનમા ગાંઘી બજાર વિસ્તારમાં રહેતાને ચાર રસ્તા વિસ્તારમાં અનાજ કરીયાણાની દુકાન ધરાવતા વેપારીને,તેમજ અન્ય એક અગ્રણી વેપારીને,મોવી રોડ પર શેરડીના રસનું વેચાણ કરતા વેપારીના પિતાને,ગાંધી બજાર વિસ્તારમાં રહેતા એક તબેલા ધારકને (આ કેસ શંકાસ્પદ છે),જીન બજાર વિસ્તારમાં એક વ્યકિતને, કેલવીકુવા ગામમા એક યુવકને તેમજ નવી જામુનીમા એક વ્યક્તિને કોરોના સંક્રમિત થયેલ હોવાનું જાણવા મળેલ છે.ટાઉનમાં તેમજ પંથકમાં કોરોના બિંદાસપણે લોકોને ઝપેટમાં લઇ રહયો હોવા છતાં પણ પ્રજા પોતે બેફિકર વર્તાય રહી છે.તંત્ર પણ કડક હાથે કામગીરી કરવાના મુડમાં ના હોય તેમ ચર્ચાઇ રહ્યુ છે.
નેત્રંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી કોરોના આ જીવ લેણ વિકળાળ પંજોની ચુગલમાંથી તાલુકાની પ્રજાને બચાવવા માટે ખડેપગે પોતાની ફરજ બજાવી રહયા હોવાના કારણે તા,૨૧ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજથી કોરોના વેકસીન મુકવાની કામગીરી હાથ ધરતા તા. ૫ એપ્રિલ,૨૦૨૧ એટલે કે ૭૫ દિવસના સમય ગાળામા ૯૦૦૦ લોકોને વેકસીન મુકવાની કામગીરી કરી છે. જે આજની તારીખે પણ અવિરત ચાલુ જ છે.
નેત્રંગ ટાઉનમા તેમજ પંથકભરમા વધતા જતા કોરોના કેસોને લઇને તંત્ર તેમજ આ પ્રજાના જનઆરોગયની સુખાકારી માટે એકમત થઇ કોરોનાને માત આપે એ જરૂરી છે.

Advertisement

Share

Related posts

બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના લોન્ચ સાથે બજાજ ફિનસર્વે રિટેલ ક્ષમતાઓનું વિસ્તરણ કર્યું

ProudOfGujarat

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળાની નગરપાલિકા પુસ્તકાલયમાં દૈનિક અખબારોનાં બિલો ન ચૂકવાતા અમુક વિતરકોએ પેપર આપવાનું બંધ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!