Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : શંભુ ડેરીની પાછળ નિર્મળ ગંગા હોલ પાસે અચાનક વીજ કંપનીની ડીપીમાં આગ લાગતાં અંધારપટથી લોકોની હાલત કફોડી બની..!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તાર નજીક આવેલ શંભુ ડેરી પાછળના ભાગે ગત મોડી રાત્રીના સમયે અચાનક જી.ઇ.બી ના ડી.પી. માં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

ડી.પી. માં આગને પગલે શક્તિનાથ અને લિંકરોડની સોસાયટીમાં મોડી રાત સુધી અંધારપટથી લોકો પરેશાન બન્યા હતા, એક તરફ ઉકળાટ અને બીજી બાજુ વીજળી વેરણ બનતા લોકોની હાલત કફોડી બની હતી.

Advertisement

ઘટના અંગેની જાણ જીઈબી વિભાગમાં કરતા કર્મીઓએ તાત્કાલિક સ્થળે પહોંચી જઈ કલાકોની જહેમત બાદ રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરી હતી.


Share

Related posts

પંચમહાલ : ગાંગડીયા ગામની પરણિતાની લાશ જંગલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચમાં સમી સાંજે હોલિકા દહન સાથે હુતાશણી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટરમાં દર્દીઓની સંખ્યા ૩૦૦ એ પહોંચતા કેક કાપી દર્દીઓનો ઉત્સાહ વધાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!