Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો બપોરે ત્રણ કલાકે બંધ જોવા મળી રહ્યા છે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના પગલે નગરના બજારો બપોરે ત્રણ કલાકે બંધ થઈ જતા બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી જતા કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા તેમજ સતર્કતા દાખવી સુરક્ષિત રહેવા માટે પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે વેપારીઓ તેમજ ગ્રામ પંચાયત સત્તાધીશો વચ્ચે એક મીટીંગ યોજાઇ હતી.

આયોજિત મિટિંગમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા નગરના વેપારીઓને કોરોના સંક્રમણ વધી જતા વેપારીઓને બપોરના ત્રણ કલાકથી પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઇ હતી. જેનો વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. બપોરે ત્રણ વાગ્યે નગરના બજારોમાં દુકાનો બંધ થઈ જાય છે. પાલેજ નગરમાં સ્વૈચ્છિક બંધના એલાનને વેપારીઓએ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની સુંદરતાનું રહસ્ય જાણો : અભિનેત્રીએ તેની 10 સ્કિનકેર ટિપ્સ જાહેર કરી!

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી.

ProudOfGujarat

નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ નજીક લાકોદરા પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસમાં શોર્ટ ના કારણે આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!