Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરની ઘી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેનાં કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી, ઘટનામાં ૧૬ જીવતા ભુજાયા.

Share

ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે રાત્રીના સમયે અચાનક હોસ્પિટલના આઈ.સી.યુ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યું છે.

કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાના પગલે દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ધસી ગયા હતા અને સમગ્ર ઘટનામાં દર્દીઓને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આગ લાગ્યાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને થતા ફાયરની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, સાથે જ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી.

પ્રાથમિક જાણકારી મુજબ પટેલ વેલ્ફેર હોસ્પિટલના આઈ.સી.યુ વિભાગમાં ઘટના સમયે હોસ્પિટલમાં 58 જેટલા લોકો દાખલ હતા, જેમાંથી ૧૪ જેટલા દર્દીઓ અને ૨ હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓના મોત નિપજ્યા છે, જ્યારે ઘટનામાં ઘાયલ અનેક લોકોને ભરૂચ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં રેસ્ક્યુ કામગીરી હાથધરી વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

ઘટનાના પગલે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, તો બીજી તરફ દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા એસ.પી સહિતના અધિકારીઓ તાત્કાલિક ધોરણે પહોંચી ગયા હતા.

મહત્વનું છે કે એક તરફ કોરોના મહામારી ભરૂચ જિલ્લામાં બેકાબૂ બની છે, રોજના અનેક પોઝીટિવ કેસો જિલ્લામાં સામે આવી રહ્યા છે, તો કોવિડ પ્રોટોકોલ આધીન સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ અનેક મૃતદેહ પહોંચી રહ્યા છે, તે વચ્ચે અચાનક સર્જાયેલ આ પ્રકારની કરુણ ઘટનાના પગલે લોકોમાં ગમગીની ભર્યું માહોલ છવાયો છે.

ભરૂચ પટેલ વેલ્ફર હોસ્પિટલ ખાતે સર્જાયેલ દુર્ઘટનાની તપાસમાં રેન્જ ફાયર ઓફિસર દિપક માખીજાનીએ જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલની ફાયર NOC માત્ર આગળની બિલ્ડીંગ પાસે છે, જ્યાં ઘટના બની તે બિલ્ડીંગનું ફાયર NOC તેઓ પાસે ન હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો, તેમજ આ મામલે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે. ઘટના સમયે સ્થાનિક યુવાનોની મહેનત જોવા મળી હતી, જ્યાં એક તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ હજારો યુવાનો દર્દીઓ માટે ભગવાન સમાન સાબિત થયા હતા જ્યાં તેઓએ તાત્કાલિક દર્દીઓનું રેસ્ક્યુ હાથ ધરી અન્ય હોસ્પિટલોમા મોકલવામાં આવ્યા હતા.

ઘટના અંગે પી.એમ નરેન્દ્ર મોદીએ ટવીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું, તો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતક પરિવારોને સાત્વના પાઠવી હતી સાથે જ મૃતકના પરિવાજનોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે, આ ઘટના અંગે બે સિનિયર IAS અધિકારીઓને તપાસ અર્થે ભરૂચ મોકલવામાં આવ્યા હતા.


Share

Related posts

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

ભરૂચના નવનિર્મિત માતરીયા તળાવનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદહસ્તે લોકાર્પણ કરાયું

ProudOfGujarat

ઉદ્યોગ જગતમાં હાહાકાર મચાવનાર અદાણી સામે વડોદરા કોંગ્રેસ મેદાનમાં ઊતર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!