Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ સિવિલમાં 6 મહિનાનાં ગર્ભ સાથે નર્સ કોરોનાનાં વોર્ડમાં નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવી રહી છે.

Share

કોરોના વાઈરસથી સંક્રમિત થવાની દહેશત હોવા છતાં જરા પણ ડર રાખ્યા વગર ફરજ નિભાવવી તે ગૌરવની બાબત છે. છેલ્લા સવા વર્ષથી રાત- દિવસ ભૂખ અને તરસ અને પરિવારજનોની ચિંતા કર્યા વગર કોરોનાના કપરાકાળમાં નિષ્ઠાપૂર્વક દરેક નર્સિંગ બહેનો અને બ્રધર્સ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમણે લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે જેથી તેમને કોરોના વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલની નર્સ સ્વાતિ.એચ.પટેલ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે હાલમાં તેઓને 6 મહિનાની પ્રેગ્નેન્સી હોવા છતાંય જોરદાર રીતે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ઘર- પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં તેઓ ફરજ દરમ્યાન આખો દિવસ પીપીઈ કીટ પહેરીને ફરજ બજાવવી એ ખુબ જ કપરુ છે, પરંતુ હાર માન્યા વગર પૂરી તાકાતથી પોતાની ફરજ નિભાવે છે.

Advertisement

Share

Related posts

“गोल्ड” के निर्माताओं ने आईमैक्स फॉरमेट के साथ बढ़ाया दर्शकों का उत्साह!

ProudOfGujarat

અંક્લેશ્વર ગડખોલ પાટિયા નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત…

ProudOfGujarat

ભાવનગર : ખાનગી બસો ચાલવા દેવા 50 હજારની લાંચ લેતા એસ. ટી. નિયામક ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!