Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર અને સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થયા !!

Share

વાવાઝોડું 95 કિમી કે તેથી વધુની ઝડપે પસાર થવાની શકયતા છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના દરિયા કાંઠાના 30 ગામોના 3000 થી વધુ લોકોનું રાતે 7.30 કલાક સુધીમાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમ ભરૂચ પંથકમાં પણ દાંડિયા બજારથી સુથીયાપુરા જવાનાં માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું હતું પરંતુ મળતી માહિતી મુજબ કોઈને જાનહાની પહોંચી ન હતી તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર વૃક્ષ પડ્યા હતા.

શહેરમાં 50 થી વધુ સ્થળમાં વૃક્ષ પડીયા હતા. સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમની મદદે આવતા તેમના ઘર પરિવારવાળા પોતાની ગાડીઓ પાર્ક કરે છે ત્યાં જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું જે એક ગાડી પર પડતા ગાડીને નુકશાન થયું હતું. ભરૂચમાં ઠેર ઠેર વૃક્ષ પડવાના વિડિઓ સોશિયલ મિડીયા પર વાઇરલ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

છોટાઉદેપુર : રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંભાણી ગામેથી મોટર સાયકલ ઉપર લઇ જવાતા કિંમત રૂ. ૩૨,૨૮૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ગુજરાતમાં 2 મનપાની 3 બેઠક અને 18 નગરપાલિકાની 29 બેઠકો પર પેટાચૂંટણી જાહેર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!