Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરુચ પોલીસે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબનીશના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ/જુગારની પ્રવૃત્તિ અટકાવવા દારૂ /જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બુટલેગરો ઉપર વોચ રાખી રહ્યા હતા. બનતા ગુનાને અટકાવવા તેમજ દારૂ /જુગારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને શોધવાની કામગિરી હાથ ધરી હતી.

મળતી માહીતી મુજબ ભરૂચ પોલીસ ટીમ દ્વારા અલગ અલગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન તા 26-01-2021ના રોજ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનૉ 1,89,200/- નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરતો આરોપી સતીશભાઈ રમણભાઈ વસાવા,રહે,અંકલેશ્વરનો વોન્ટેડ હોય જે પોલીસની નજર ચૂકવીને નાસતો હતો અને આજરોજ ભરૂચ પોલીસની ટીમને મળેલ બાતમી મુજબ તેને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશન દ્વારા જૈવિક ટ્રીટમેન્ટ વડે લાલબાગ તળાવ શુદ્ધિકરણનો પ્રયાસ નિષ્ફળ.

ProudOfGujarat

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

ભરૂચમાં ઘરેણાના બદલે સોનાના બિસ્કીટની ખરીદીમાં ઉછાળો : સોનાના ભાવમાં તેજી વચ્ચે બજારમાં ખરીદી યથાવત : રોજનું ૬થી ૭ કરોડનું વેચાણ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!