Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જંબુસર ખાતે ૬૦ કિલો વનસ્પતિજન્ય ગાંજા સાથે એસ.ઓ.જી.પોલીસે એક ઈસમની ધરપકડ કરી.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે અજમેરી નગરી વિસ્તારમા રહેતા ઈસ્માઈલ ઉર્ફે લીલું અમિર શેખ નામના ઇસમના મકાનમાંથી વનસ્પતિ જન્ય ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો. એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી ૬૦ કિલો વનસ્પતિજન્ય ગાંજો કિંમત રૂપિયા અંદાજીત ૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ઈસમ ઇસ્માઇલ ઉર્ફે લીલું શેખ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો કેટલી હદે સક્રિય થયા છે તે બાબત એ ઘટના ક્રમ ઉપરથી કહી શકાય તેમ છે, હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી જંબુસર પંથકમાં તેનું વેચાણ કરતો હતો તે તમામ દિશાઓમાં તપાસનો ધમધમાત શરૂ કર્યો છે.

Advertisement

Share

Related posts

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલમાં શ્રી અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ ‘વજહ’ પુસ્તકનું વિમોચનનું કરવામાં આવ્યું…

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે ” એક શામ શહીદો કે નામ ” કાર્યક્રમમાં હાજર રહેલ શહીદોના ૨ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.બાકીની રકમ શહીદોના ઘરે જઈ ને હાથો હાથ ચેક અર્પણ કરાશે…

ProudOfGujarat

રાજપીપલા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!