Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ :૧૦ ઓટોરિક્ષા ચાલકોએ દર્દીઓને ઘરેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવા બદલ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા

Share

કોરોના મહામારી દરમિયાન પાડોશીઓ અને સગા સંબંધી પણ સામાન્ય રોગના દર્દીને મદદે આવવા આનાકાની કરતા જોવા મળ્યા છે. ૧૦૮ જેવી એમ્બ્યુલન્સ પણ વ્યસ્ત હોય આવા કપરા સમયે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન, ભરૂચ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦ જેટલી ઓટોરિક્ષા ચાલકોને કોરોના કે અન્ય નાના મોટા રોગોના દર્દીઓને પોતાના નિવાસસ્થાનેથી દવાખાને નિઃશુલ્ક લાવવા લઈ જવાની સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓને લાવવા લઈ જતી નિઃશુલ્ક તમામ ૧૦ ઓટોરિક્ષાનો નિભાવ ખર્ચ જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ પટેલ ચૂકવશે તેવી જાહેરાત કરાઈ હતી. જેમાં ૭ એપ્રિલ ૨૦૨૧ના રોજથી એમ્બ્યુલન્સ જેવી સેવા માટે ૧૦ ઓટોરિક્ષા શરૂ કરવામાં આવી હતી. જે સેવા આજદિન સુધી અવિરતપણે ચાલી રહી છે, જેમાં ચાલતી રાત દિવસની સેવા દરમિયાન અત્યાર સુધી ૮૦ થી વધુ દર્દીઓને તેમના નિવાસસ્થાનેથી દવાખાને લાવવા લઈ જવાની સગવડ આપવામાં આવી છે.
આવી સેવાથી પ્રભાવિત થઈ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ગોકુલ ભરવાડ, મંત્રી આરીફભાઈ,દિપક પટેલ સહિતના મહાનુભાવો ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે હાજર રહી દેશભરમાં ઉદાહરણરૂપી બનેલ એમ્બ્યુલન્સ જેવી સેવા બદલ ૧૦ ઓટોરિક્ષા ચાલકો અને જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના હોદ્દેદારોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. ઓટોરિક્ષા ચાલકો આર્થિક રીતે ભલે પાછળ હોય પણ મન અને શરીરથી મકકમ હોય એ સેવામાં અત્યાર સુધી એકપણ રીક્ષા ચાલકને કોરોનાનો ચેપ લાગ્યો નથી.
જયભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાઝ(પપ્પુભાઈ) પટેલએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોરોના મહામારી ચાલુ રહેશે તેમજ અમારી સક્ષમતા રહેશે ત્યાં સુધી આ એમ્બ્યુલન્સ સેવા ચાલુ રહેશે. તેમજ ફેડરેશનના પ્રમુખ જેન્તીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશની પ્રગતિમાં અમે હંમેશા પ્રજા અને સરકારની સાથે જ છીએ જેથી પાંચ જૂનથી શરૂ થયેલ ભરૂચ સીટી બસ સેવાને અમે બિરદાવીએ છીએ, અમારો કોઈ આ બાબતે વિરોધ નથી પણ રીક્ષા ચાલકો અને બસ ચાલકો વચ્ચે કોઈ ઘર્ષણ ન ઉભું થાય તેવી રીતે આ સેવાઓ અવિરતપણે ચાલુ રહે તેવી આશા રાખીએ છીએ, સાથે જ ફેડરેશનના હોદ્દેદારો આરીફભાઈ તેમજ દિપક પટેલ પણ આ સમયે હાજર રહી એમ્બ્યુલન્સ જેવી સેવા બદલ ૧૦ ઓટોરિક્ષા ચાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

Share

Related posts

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલી શાખા દ્વારા ચુંટણી કાર્ડ વેરિફીકેકેશન કાર્યક્રમ: નું આયોજન કરાયું.

ProudOfGujarat

“વૈશ્વિક પરિપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ” હિન્દી પુસ્તકનું વિમોચન વિષ્ણુ પંડ્યાનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat

મોદી મેજીક – ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસના સુપડા સાફ, આપ નું સુર-સુરયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!