Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ જંબુસરના ટંકારી રોડ પર આજરોજ સોસાયટીના રહીશોએ મીઠાના અગરમાંથી મીઠુ લઇ જતા ઓવરલોડિંગ ભરેલ ટ્રેકને લઇ જતા ડ્રાઈવરની અટકાયત કરી હતી. ઓવરલોડ મીઠુ ભરેલ ટ્રકોના કારણે મેઈન રસ્તા ઉપર મીઠુ વેરાતુ હોય તેના પરીણામે વાહનચલોકના વાહનો સ્લીપ થવાના બનાવો સર્જાતા હતા જેથી તેમને સાચવીને વાહનો હંકરવા પડતા હતા અને હાલાકી વેઠવી પડતી હતી સાથે આસપાસ રહેતા રહીશોને સ્વાસ્થ્યની સમસ્યા થતી હતી.

જેથી છેવટે આનાથી કંટાળેલ રહીશોએ વારંવાર પ્રાંતઅધિકારી તથા જંબુસર પોલીસને રજુઆત કરી હતી. પ્રાંતધિકારીઓ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. છેવટે સમસ્યાનો નિવેડો નહી આવતા આ વિસ્તારમા આવેલ સોસાયટીના અગ્રણીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા અને મીઠાની ઓવરલોડ ટ્રકોને રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની પીસી – પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક  યોજાઈ

ProudOfGujarat

વહેલી સવારનાં સમયે ભરૂચ પંથકમાં ધુમ્મસની ચાદર છવાઈ….

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં ગેટ નજીક કર્મચારીઓ માસ સીએલ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!