Proud of Gujarat
GujaratINDIALifestyle

સુરતથી ભરૂચ પિયરમાં જવા નીકળેલી મહિલાનો સામાન ચોરી : સખી વનસ્ટોપ મદદે આવ્યું.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર આવેલું છે. જેમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમને રેખા નામની મહિલા એકલી ફરતી હોય અને તકલીફમાં હોય તેને ટીમ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ભરૂચ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં રેખાને હંગામી ધોરણે આશ્રય આપીને સ્ટાફ દ્રારા તેનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, તે સુરત જીલ્લાના કડોદરા મુકામે તેમના પતિ સાથે રહેતી હતી. તે તેના પિયર જવા નીકળી હતી તે સમય દરમિયાન તેનો સામાન ચોરાઈ ગયો હતો. જેથી તેની પાસે ઘરે જવાની રકમ ન હોવાથી અંકલેશ્વરમાં અટવાઈ ગઈ હતી. તે સમયે તેનો વાલિયા ચોકડી પાસે કોઈ અજાણ્યા ઈસમ સાથે ઝઘડો થતા કોઈએ 181 અભયમને જાણ કરતા તેઓને સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે કાર્યરત “સખી” વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવેલ હતી. ત્યાં આ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેમના કુટુંબની માહિતી મેળવી રેખાનું તેમના પતિ સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

Advertisement

Share

Related posts

જામનગરમાં અઢી વર્ષની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ProudOfGujarat

ભરૂચમાં ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન’ હેઠળ SOGની કાર્યવાહી, રૂ.96,100નો 1.922 કિલો ગાંજો જપ્ત  : કંથારિયા રોડ પરથી એક આરોપીની ધરપકડ, ઓડિશાનો સપ્લાયર વોન્ટેડ જાહેર

ProudOfGujarat

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે દારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમોને ભરૂચ રેલ્વે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!