Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એલ. સી. બી. એ વાપીના પ્રોહિબિશનનાં ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને આમોદથી ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે ગુના કરનારાઓને પોલીસ તંત્રનો કોઈ જ ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાનૂની કામોને અંજામ આપી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તંત્ર હરકતમાં આવ્યું છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો.

ભરૂચ જિલ્લા તથા જિલ્લાની બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને આધારે વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આરોપી અમજદ ખાન અઝીઝ ખાન રેહાન રહે, આમોદ દરબાર રોડ, આમોદ, ભરૂચ જેઓએ અગાઉ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચોરીના ગુનામાં અટક કરવામાં આવી હતી અને છેતરપિંડીના ગુના કર્યા હતા.

Advertisement

તે મુજબ ગુનામાં છેલ્લા બે વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જેને આમોદ દરબાર રોડ સરકારી દવાખાના સામેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી આમોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

સુરેન્દ્રનગર : યુવરાજસિંહ જાડેજા પર થયેલ કેસો પરત લેવા માગુંજી ક્ષત્રિય સમાજ તેમજ લીંબડી શહેરના વિધાર્થીઓ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર.

ProudOfGujarat

વાલ્મિકી સમાજના અને ભાજપમાં કાર્યરત કાર્યકરો સહિત અન્ય લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

નડિયાદ તાલુકાના પીપળાતા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!