Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે જુગાર રમતી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી.

Share

ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે. તે માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ જુંબેશ શરૂ કરવામાં આવી છે. પરંતુ ઘણા સમયથી મહિલાઓનો જુગાર રમવાનો, દારૂનું વેચાણ કરવાનો આંક વધવા પામ્યો છે.

આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન મળેલ બાતમીને આધારે અંકલેશ્વર વિસ્તારના જિતાલી ગમે નવી નગરી રહેતા સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવાનાનો પોતાના ઘરની સામે રોડ ઉપર જાહેરમાં આંક ફરકના આંકડા લખી લખાવી રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે જગ્યા પર રેડ કરી બે મહિલાઓને જુગારને લગતા સાધનો તથા જુગારના રોકડ રૂપિયા કુલ મળીને 12,340/- નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ :

(1) ગલુબેન પ્રભાતભાઈ વસાવા રહે, જીતાલી નવી નગરી, અંકલેશ્વર, ભરૂચ
(2) સોનલબેન સંજયભાઈ ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે, જીતાલી નકવિ નગરી, અંકલેશ્વર, ભરૂચ.

વોન્ટેડ આરોપીઓ :

(1) સંજય ઉર્ફે મચ્છી પ્રભાતભાઈ વસાવા રહે,જીતાલી નવિ નગરી, અંકલેશ્વર, ભરૂચ.
(2) ગવો રહે, તાડ ફળિયા, અંકલેશ્વર, તા. અંકલેશ્વર, ભરૂચ.

રિધ્ધી પંચાલ, ભરૂચ


Share

Related posts

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવતાં સાત લોકોની પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!