Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ કરતો વેપારી ઝડપાયો : કંપની અધિકારીએ તપાસ કરતા કૌભાંડ સામે આવ્યુ..!

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ કરતા વેપારીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનું વેચાણ થતું હોવાનું હિંદુસ્તાન યુનિલિવર કંપનીના પ્રતિનિધિ નયનતારા ડેવિડને માહિતી મળી હતી જેના આધારે તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ સાથે તપાસ કરી હતી.

મળેલ બાતમીને આધારે તપાસ દરમ્યાન અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ઓમ એજન્સીમાં પોલીસ દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓની કંપનીના ડુપ્લિકેટ શેમ્પુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એજન્સીમાંથી રૂપિયા 12 હજારથી વધુની કિંમતના 6417 નંગ શેમ્પૂના પાઉચ કબ્જે કર્યા હતા. પોલીસે એજન્સી સંચાલક વિપુલ ઘી વાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એ ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ ટીમે સિવિલ હોસ્પિટલમાં અગાઉ થયેલ કોપરનાં પાઇપની ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપીને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

નવસારી-ચીખલી તેમજ વાંસદા તાલુકાના કેલીયા ડેમ નજીકના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા…

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!