Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

Share

ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ઝાડેશ્વર મંદિર પાસે આવેલા ગાયત્રી મંદિર નદી કિનારે એક ગાય ચરી રહી હતી. તે સમયગાળા દરમિયાન ગાય અચાનક નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયએ ઘણું જોર લગાવ્યું હોવા છતાંય તે બહાર નીકળી નહીં શકતા થાકીને બેસી ગઈ હતી.

જેથી આસપાસના સ્થાનિકોએ સમગ્ર મામલે જીવદયાપ્રેમી સંસ્થા નેચેર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરી હતી. માહિતી મળતા જ બંનેય ટીમોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ગાયનું રેસ્ક્યુ કરીને અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી અને ગાયને સલામત રીતે બહાર કઢાતા સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો.

Advertisement

Share

Related posts

જામનગર : નવાનગર નેચર ક્લબ દ્વારા 20 માર્ચ ચકલી દિન નિમિત્તે ચકલીઓના માળા અને લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

નેત્રંગ વનવિભાગે કાંટીપાડા ગામેથી ટેમ્પામાંથી લાકડાનો જથ્થો જપ્ત કર્યો..

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબા પંથકમાં દિપડાનો આંતક યથાવત, લઘુશંકા કરવા ગયેલા યુવાન પર હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!