Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

Share

ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ઝાડેશ્વર મંદિર પાસે આવેલા ગાયત્રી મંદિર નદી કિનારે એક ગાય ચરી રહી હતી. તે સમયગાળા દરમિયાન ગાય અચાનક નદીના કાદવમાં ફસાઈ ગઈ હતી. ગાયએ ઘણું જોર લગાવ્યું હોવા છતાંય તે બહાર નીકળી નહીં શકતા થાકીને બેસી ગઈ હતી.

જેથી આસપાસના સ્થાનિકોએ સમગ્ર મામલે જીવદયાપ્રેમી સંસ્થા નેચેર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરી હતી. માહિતી મળતા જ બંનેય ટીમોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ગાયનું રેસ્ક્યુ કરીને અંદાજિત દોઢ કલાકની ભારે જહેમત બાદ ગાયને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી અને ગાયને સલામત રીતે બહાર કઢાતા સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચનાં વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સીલર અને વિપક્ષનાં નેતા દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!