Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સ્વર્ગીય અહમદભાઈ પટેલ સાહેબનાં સ્મરણ અર્થે સ્ટેચ્યુ બનાવવા અને અન્ય કરાયેલી જાહેરાતને પૂર્ણ કરવા સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા ઉદ્યોગ મંડળને રજૂઆત.

Share

તા. ૨૫/૧૧/૨૦૨૦ ના રોજ લોક-લાડીલા માનનીય અહમદભાઈ પટેલ સાહેબનું દુઃખદ નિધન થયું હતું જે દેશ અને આ વિસ્તારના લોકો માટે આઘાતજનક સમાચાર હતા અને આજે પણ આપણને એક મોટી ખોટ દેખાઈ રહી છે પ્રજાની સાથે સાથે ઉદ્યોગો સાથે સંકળાયેલ દરેક વર્ગ માટે આ આઘાતજનક સમાચાર હતા. અહમદભાઈ પટેલ સાહેબે હંમેશાં રાજકીય દ્રષ્ટીએ નહી પરંતુ પ્રજા હીતમાં નિર્ણયો અને કાર્યો કરતા હતા જેના અનેક ઉદાહરણો છે. આ વિસ્તારને ઔદ્યોગિક વિસ્તાર તરીકેનો પાયો નાંખનાર અને તેને વિકસાવવામાં અહમદભાઈ પટેલ સાહેબના યોગદાનને પ્રજાએ યાદ કર્યા હતા જેમાં ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પણ ઘણી દુઃખદ લાગણી વ્યક્ત કરાઈ હતી.

જેમાં અંકલેશ્વર ઉધોગ મંડળના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં હતી કે (૧) અહમદભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ બનાવી જીઆઇડીસી ઓફીસ કે જીઆઇડીસી વિસ્તારમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં આવશે (૨) નોટિફાઇડ હદ વિસ્તારના મુખ્ય માર્ગને “અહમદભાઈ પટેલ માર્ગ” તરીકે નામ આપવામાં આવશે. જોકે કોરોના કાળની વ્યસ્તતાઓ, ઉદ્યોગ મંડળની ચુંટણીઓ અને અન્ય કારણે આ જાહેરાતને ૬ મહિનાથી વધુ સમય પસાર થયો છે પરંતુ આ જાહેરાતનો અમલ ના થવાથી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલ દ્વારા આ કાર્યને યથાર્ત કરવા પ્રમુખ ઉદ્યોગ મંડળ અંકલેશ્વરને પત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અહમદભાઈ પટેલ સાહેબે હંમેશાં રાજકીય દ્રષ્ટીએ નહી પરંતુ પ્રજા હીતમાં નિર્ણયો અને કાર્યો કરતા હતા જેના અનેક ઉદાહરણો છે. આ વિસ્તારને ઓદ્યોગિક વિસ્તાર તરીકેનો પાયો નાંખનાર અને તેને વિકસાવવામાં અહમદભાઈ પટેલ સાહેબના યોગદાન બાબતે અહીયાના ઉદ્યોગકારો પણ વાકેફ છે અને તેથી તેમના સ્મરણ અર્થે જે બે જાહેરાતો કરી હતી તેને અમે બિરદાવીએ છીએ. જોકે તે જાહેરાતોને કોરોના કાળની વ્યસ્તતાઓ, ઉદ્યોગ મંડળની ચુંટણીઓ અને અન્ય કારણે આ જાહેરાતને ૬ મહિનાથી વધુ સમય પસાર થયા બાદ પણ કામગીરી શરૂ કરાઈ નથી તેથી એ બાબતે અમોએ ઉદ્યોગ મંડળના પ્રમુખ અને ઉદ્યોગ અગ્રણીને પત્ર લખી ઉદ્યોગ મંડળની જાહેરાતની વિશ્વસનીયતા જળવાઈ રહે એ હેતુથી હિતેચ્છુ તરીકે યાદ અપાવવા પત્ર લખી જાણ કરી છે. અમોને ઉદ્યોગ અગ્રણીઓથી આશા છે કે આ કાર્યો વહેલી તકે પૂર્ણ થશે.”


Share

Related posts

ભરૂચ : બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ઝઘડિયા બેઠક પરથી ચુંટણી લડશે.

ProudOfGujarat

ભરૂચથી નેત્રંગ જતાં રસ્તા પર 45 પશુઓને ગેરકાયદેસર નિકાસ કરતાં ચાર શખ્સોને ઝડપી પાડતી રાજપરડી પોલીસ.

ProudOfGujarat

વડોદરાના ગોમતીપુર વિસ્તારમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!