Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયા તાલુકાના કોંઢ ગામ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત.

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઉભેલી ઇકો કાર સાથે એક ટ્રક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારના ચાલકનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું, જયારે ઇકો કારમાં બેઠેલ અન્ય એક શખ્સને ઈજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત ઇસમને સારવાર માટે લઇ જવાયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ ખાતે રહેતા રાહુલભાઈ સંપતભાઈ દંતાણી પોતાની ઇકો કાર લઇને અંકલેશ્વર જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ વાલિયા તાલુકાના કોંઢ ગામ પાસે ઇકો કારને રોડની બાજુમાં ઉભી રાખીને કારમાંથી નીચે ઉતરીને કાર પાછળનો દરવાજો ખોલતા હતા તે દરમિયાન નેત્રંગ તરફથી આવતી એક ટ્રક ઇકો કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક રાહુલ દંતાણીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાતા સારવાર મળે તે પૂર્વે માર્ગમાં જ તેમનું મોત નીપજ્યું હતું.જયારે ઇકો કારમાં બેઠેલ મહેશ જાદવ નામના ઇસમને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. વધુમાં મળતી વિગતો મુજબ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જરુરી ક‍ાર્યવાહી હાથ ધરી હતી.કાર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નવા સંબંધમાં આ 5 વાતો ભૂલીને પણ ગર્લફ્રેન્ડને ન કહો.

ProudOfGujarat

રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લા 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat

માંગરોળ તાલુકાની સરકારી પ્રા.શાળાના બાલવાટિકાના શિક્ષકોની તાલીમ બીઆરસી ભવન ખાતે યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!