Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

Share

સમગ્ર વિશ્વમાં ભરૂચમાં જ મેઘઉત્સવ દરમિયાન છડી ઝૂલાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ભરૂચના ભોઇ વાડ તથા વેજલપુર વિસ્તારમાં જાદવ સમાજ અને ખારવા સમાજ દ્વારા પરંપરાગત છડી ઝુલાવવામાં આવી હતી. ભરૂચના ભોઈવાડ અને વેજલપુર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી પરંપરાગત રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ભોઈ સમાજના યુવાનો દ્વારા છડી ઝુલાવવામાં આવી હતી. છડી ઉત્સવ પાછળની કથા પર નજર કરીએ તો ઘોઘારાવ પોતાની માતા અને રાણીનાં અત્યંત કલ્પાંતથી વર્ષમાં શ્રાવણ વદ સાતમથી દશમ ચાર દિવસ સુધી સૃષ્ટિ પર આવે છે અને આ દિવસોમાં ઉત્સવ ઉજવવામાં આવે છે.

આજરોજ જન્માષ્ટમી નિમિતે દર્શનાર્થે સમગ્ર ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે તે સાથે જે લોકો આવી અને દર્શન નથી કરી શકતા તેઓ વિડીયો કોલના માધ્યમથી મેઘરાજાના દર્શન કરી રહ્યા છે. મેઘરાજના મહોત્સ્વના કાર્યકર્તા સાથે વાતચીત કરતા તેઓએ તેના ઇતિહાસ વિષે જણાવ્યુ હતું કે ઐતિહાસિક પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી ઉત્સવનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજે બનાવેલી છડીઓની શાસ્ત્રોકત વિધિથી પૂજા- અર્ચના કરવામાં આવી હતી. 60 ફૂટ ઉંચી વાંસની બનેલી છડીઓને છડીદારો તેમના વિસ્તારોમાં નચાવામાં આવે છે. દર વર્ષે શહેરમાં મેઘમેળાને મહાલવા રાજયભરમાંથી માનવ મહેરામણ ઉમટવાનું શરૂ થઈ જાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનારૂપી મહામારીને કારણે મેળો ભરાઈ રહ્યો નથી. આ વર્ષે પણ મેઘરાજાને દર્શનાર્થે ભક્તો માટે કોરોના ગાઈડલાઇનનું પાલન કરી અને ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

કહેવાય છે કે , શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતા મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. જ્યારે પ્રાચીનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરવામાં આવતી હતી. તે સમયગાળા દરમિયાન છપ્પનિયા દુકાળ પડયો હતો. તે સમયે સમાજની જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રદ્ધા અચળ હતી. તેથી ભોઈ સમાજના લોકોએ ફૂરજા બંદરે નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. ઘોઘારાવનું એક માત્ર મંદિર ભરૂચમાં આવેલું છે. દેશના ઘણાં શહેરોમાં છડી ઉત્સવની ઐતિહાસિક દંતકથા ધરાવે છે. છડી ઉત્સવના દેવને ઘોઘારાવ તેમજ જાહેરબલી પણ કહે છે. ઘોઘારાવ મહારાજનું મંદિર માત્ર ભરૂચમાં આવેલુ છે. ઘોઘારાવનો ઉત્સવ સાતમથી નોમ સુધી ઉજવાઇ છે. જેમાં ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા નીકળતી 40 થી 60 ફૂટની 3 છડી આકર્ષણનું કેન્દ્ર બને છે. ભરૂચમાં છપ્પનિયા દુકાળ બાદ મેઘરાજાને રીઝવવા માટે ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમા સ્થાપના કરીને ભજન કીર્તન કરીને અને જો વરસાદ નહીં પડે તો તેમની મૂર્તિને ખંડિત કરવાની ઘોષણા કરતા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.

ત્યારથી સમાજ 212 થી પણ વધુ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરાય છે. સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા અષાઢી સુદ ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી 250 થી 300 કિલો સુધીની મેઘરાજાની પ્રતિમા બનાવાય છે. જેમને સુંદર આભુષણો અને વસ્ત્રોથી સુશોભિત કરાઇ મૂર્તિ‌ના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાય છે. વર્ષોથી બનાવાતી મેઘરાજાની પ્રતિમા એક સરખી બેઠક અને સરખા આકારમાં જ બને છે. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ‌ થાય તો ભોઇ સમાજના વડવાઓએ મૂર્તિ‌ને નષ્ટ કરવાની ઘોષણા કરતા આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી સમાજ આગેવાનો અને યુવાનો દ્વારા અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવી સાતમ, આઠમ, નોમ સુધી તેની સ્થાપન કરીને દસમના દિવસે નર્મદા નદીમાં વાજતે ગાજતે નર્મદામાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો છે. રવિવારે માત્ર છડી નચાવી ઉત્સવને વધાવાયો હતો.

જાણે તહેવાર પાછળનું તથ્ય જયારે ઘોઘારાવનું જે દેવ સ્થાન છે ત્યાં સાતમનાં દિવસે જયોત પ્રગટાવવામાં આવે છે અને બીજી જયોત નોમનાં દિવસે પ્રગટાવવામાં આવે છે જે જયોતને લઈ તેઓનાં દેવ સ્થાનેથી લઈ લોક માન્યતા પ્રમાણે તેઓની માતાનાં ઘરે લઈ જવામાં આવે છે.

જયાં રાની સીરીયલ અને માતા બાછલ તેઓની રાહ જોતી હોય છે. દેવ ઘોઘાજી પોતાની માતાને જેટલો પ્રેમ કરતા હતા એટલો જ પ્રેમ તેઓની માસી કે જે જગતનાં લોકો કાછળ તરીકે ઓળખે છે જેથી ઘોઘાજી પોતાની માતા અને પોતાની માસીને મળવા દર વર્ષે અચુક આવતાં હોય છે અને એવું પણ કહેવાય છે કે રાની સીરીયલ સાથે લગ્નોત્સવ જેવો માહોલ તૈયાર કરવામાં આવે છે. કારણ કે સમાધી બાદ રાની સીરીયલને સ્વપ્નમાં આવી ઘોઘાજીએ એવું કહયું હતું કે હું દર વર્ષે એક રાત માટે તમને મળવા અચુક આવીશ. જેને લઈ ઘોઘા નોમનો મહોત્સવ ઉજવવામાં આવે છે. એટલે ઘોઘારાજ મહારાજનું જયાં પણ દેવ સ્થાન છે ત્યાં તહેવાર ઉજવવામાં આવે છે અને આજ રીતે એક સ્થાનેથી બીજા સ્થાને ઘોઘાજીને લઈ જવામાં આવે છે અને જયાં રાતવાસો કરવામાં આવે છે. જયાં ઘોઘારાવ મહારાજ પોતાની માતા અને રાની સીરીયલ સાથે મુલાકાત કરી લોકોને તેઓનાં દર્શન આપી આજે પણ ઘોઘાજી હાજર છે તેની અનુભુતી કરાવે છે.

Advertisement

ભરૂચ શહેરમા શ્રાવણ માસમાં સાતમથી દશમ સુધી ભોઇ જ્ઞાતિ દ્વારા સૈકાઓથી ઉજવાતાં છડીનોમ અને મેઘરાજાનાં ઉત્સવ – લોકમેળાનો આજે બુધવારથી રંગેચંગે પ્રારંભ થયો હતો. સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં જ ઉજવાતા છડી અને મેઘરાજાનાં ઉત્સવ – મેળામાં રાજ્યભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડી છે જે છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયું છે. જોકે, મેઘરાજાની પ્રતિમાની સ્થાપનાની પરંપરા જળવાઈ રહેતાં તેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.


Share

Related posts

જંબુસર આંગણવાડી કેન્દ્રો ખાતે નવદુર્ગા બાલીકા પૂજન કાર્યક્રમ સંપન્ન

ProudOfGujarat

ભરૂચ : સિતપોણ ગામ ખાતેથી સગીર કન્યાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જનાર નાસતો ફરતો આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી નબીપુર પોલીસ.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર અને દેડીયાપાડા તાલુકા માટે પશુ સારવાર માટેની બે મોબાઈલ વાનનું કરાયુ લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!