Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે WBVF દ્વારા સહકારી મંડળીની જાણકારી માટે મીટીંગ યોજાઇ…

Share

ભરૂચ નગરની નેશનલ પાર્ક સોસાયટીમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશનના નેજા હેઠળ સ્થાપવામાં આવેલ સહકારી મંડળીની જાણકારી આપવા તેમજ સભાસદ બનાવવા માટે એક મિટિંગનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે W.B.V.F ના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વ્હોરા પટેલ સમાજમાં એકતા સ્થાપી અને સમાજના ગરીબ વિદ્યાર્થીઓ મંડળી દ્વારા મળતી લોનથી સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેમજ ગરીબ વ્યક્તિને લોન જેવી આથિઁક મદદ દ્વારા ધંધા રોજગારમાં સહાય કરવાનો એક માત્ર ઉદ્દેશ છે. ભરૂચ જિલ્લાના વ્હોરા પટેલ સમાજમાં આર્થિક પ્રગતિ થાય એ માટે આ સહકારી મંડળીના કાર્યકરો દ્વારા સમજૂતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાનોની હાજરીમાં મંડળી દ્વારા થતા લાભોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધી WBVF સહકારી મંડળી લિ. ના અધ્યક્ષ સ્થાને નિમણૂક પામેલા ઉસ્માન ભાઈ પટેલ (બેંક અધિકારી), યાકુબ માસ્ટર, ઉઘરાદાર અને ખૂબ જ ઉત્સાહી કાર્યશીલ એવા યાસીન અય્યુબ દાદાભાઈ તેમજ સોસાયટીના પ્રમુખ, બસીરભાઇ સેગવાવાલા તેમજ સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરત : માંગરોળના વાંકલ ખાતે મહિલાઓએ વડ સાવિત્રીનાં વ્રતની કરી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગણેશ સુગરમાં તાત્કાલિક ચૂંટણીનું આયોજન કરવા મુખ્યમંત્રીને માંગ કરતા પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!