Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટીને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ.

Share

દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર ભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ સંદર્ભે ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પૂતળાના સાનિધ્યમાંથી આજરોજ “NAMO THON” નું આયોજન ભરૂચ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લાની ભરૂચ રનર્સ કલબ તેમજ હરક્યુલસ જીમના 71 યુવાનોએ આ રન ફોર યુનિટીના કાર્યક્રમ હેઠળ ભાગ લીધો. ભરૂચથી નીકળી આ 71 દોડવીરો કેવડિયામાં આવેલ એકતાના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતીક વિશ્વના સૌથી ઉંચા એવા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સુધી દોડીને તારીખ ૧૭ મીના રોજ પહોંચી પ્રધાનમંત્રીના જન્મદિવસની ભેટ અર્પણ કરશે. આ પ્રસંગે ભરૂચ ભાજપાના જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાએ યુવાનોને લીલી ઝંડી બતાવી “NAMO THON” ને પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોનને પ્રસ્થાન કરાવતા પૂર્વે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, નીરલભાઈ પટેલ, જીગ્નેશભાઈ મિસ્ત્રી, મંત્રી નિશાંતભાઈ મોદી, સામાજીક આગેવાન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાબાસાહેબ આંબેડકરના પૂતળાની ફુલહાર વિધી કર્યા બાદ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે યુવાનોને પ્રસ્થાન કરાવ્યું હતું.

આજે સવારે નીકળેલ 71 યુવાનોનું ઝઘડિયા ખાતે ભવ્ય સ્વાગત કરાશે. ત્યારબાદ ઉમલ્લા ખાતે મધ્યાન ભોજન લઇ અને નર્મદા જિલ્લાના ધારીખેડા સુગર ખાતે રાત્રી રોકાણ કરશે, અને ત્યાંથી તારીખ ૧૭ મીના રોજ વહેલી સવારે નીકળી હરસિધ્ધિ માતાના મંદિરે દર્શન કરી અને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જવા રવાના થશે. જ્યાં તેઓની “રન ફોર યુનિટી” ને અનુલક્ષીને નીકળેલ “NAMO THON” ની પુર્ણાહુતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી કરી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે”

ProudOfGujarat

-લ્યો બોલો,જેમાં બેસી લોકો ટેસ્ટ પરીક્ષા આપતા એ ગાડી જ અધિકારીઓના ટેસ્ટ માં ફેલ સાબિત થઈ

ProudOfGujarat

ઉત્તરાયણમાં આટલી સાવચેતી રાખજો બાકી થશે તામરી પર ગુનો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!