Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ભોલાવ મૈત્રી નગર રેલ્વે ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલ બોલેરો પિકઅપ ગાડી ઝડપાઇ : ૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓએ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભોલાવના મૈત્રી નગર નજીક આવેલ જૂની રેલવે ફાટક વિસ્તારમાં વોચ ગોઠવી હતી, દરમિયાન એક બોલેરો પિકઅપ ગાડી નંબર GJ 05 CU 2122 ને રોકી તેની તલાશી લેતા ગાડીમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂનું વહન થતું હોવાનું સામે આવ્યું હતુ.

પોલીસે બોલેરો કારના ચોરખાનામાં રહેલ ૨૨૮ બોટલ વિદેશી દારૂ જેની કિંમત ૧.૧૪ લાખ તેમજ બોલેરો કાર અને એક મોટરસાયકલ મળી કુલ ૫.૫૪ લાખનો મુદામાલ કબ્જે કરી જયેશ કુમાર મુકેશભાઈ ત્રિવેદી રહે.નવી નગરી મૈત્રી નગર ભોલાવ, ધર્મેશભાઈ મનહરભાઈ ઠાકોર રહે,બરાનપુરા ખત્રીવાડ અને દીક્ષિતભાઈ રાજુભાઇ વસાવા રહે.બરાન પુરા ખત્રીવાડ આમ કુલ ૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરના ઉટિયાદરા ગામે વૈભવી કાર સહિત લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

વિશ્વ વિકલાંગ દિવસ : ગોકુલધામ નાર અને વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા બે સૌથી મોટા વર્લ્ડ રેકોર્ડ સર્જાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!