Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોને સહાય કરવા કોવિડ-19 યાત્રા શરૂ કરાઇ.

Share

પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા હાલ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને સાંત્વના આપવા માટે કોરોના 19 યાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં દુખી પરિવારોને 4 લાખની સહાય મળે તે માટે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરી સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી છે.

જેમાં હાલમાં ભરૂચ તાલુકામાં જિલ્લા પંચાયત શેરપુરા, નબીપુર, ભાડભૂત, પાલેજ તેમજ અન્ય બેઠકના ગામોનાં ઘરે ઘરે જઈ મુલાકાત લીધી હતી. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલિમભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હબીબ પટેલ, ઇલયાસ પટેલ, ઇમરાન મુન્શી, દાઉદભાઈ હવેલીવાલા, અબ્દુલભાઈ ટેલર, શકીલભાઈ અકુજી તથા જિલ્લા પંચાયત પાલેજ બેઠકના ઉમેદવાર અફઝલભાઈ ઘોડીવાલા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સલિમભાઈ દૂધવાળા તેમજ તાલુકાનાં અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ ફોર્મ ભરવાની કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 650 જેટલા કોરોનામા મૃત્યુ પામેલાઓના ફોર્મ તાલુકા કોંગ્રેસ સમિતિએ એકત્ર કરેલ છે.

Advertisement

Share

Related posts

માતરીયા તળાવ ઝુપડપટ્ટી વિસ્તારમાથી સત્તા બેટીંગનો જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

ProudOfGujarat

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!