બે દિવસ અગાઉ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એક અચંબિત કરી દે તેવો કિસ્સો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા ડો. કુણાલ ચાંપાનેરી જેઓ ઓર્થોપેડિકના નિષ્ણાંત છે તેઓને જણાવ્યુ હતું કે તેઓ છેલ્લા 4 વર્ષથી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. એક 8 મહિનાની ગર્ભવતી મહિલા જેઓનું નામ સંગિતાબેન જણાવેલ છે તેઓને પેટના અને કમરના પાછળના ભાગમાં સોજો આવ્યો હતો તે સાથે તાવ, ભૂખ ન લગાવી તેમજ વજન ઘટી જવું જેવા લક્ષણો દેખાઈ રહ્યા હતા.
જે બાદ સંગિતા બહેનનું સોનોગ્રાફી અને એમ.આર.આઈ કરતાં સ્વસ મશલમાં પરુ થયું દેખાઈ રહ્યું હતું . જેમાં સ્વસ એપ્સસ ઇન પ્રેગ્નેન્સી નામ આપવામાં આવ્યું હતું જેમાં ગાયનેકોલોજિસ્ટની મદદ લઈ અને ઓપરેશના કરવામાં આવ્યું હતું. રિસ્ક લઈને ઓપરેશન કરી પોણા બે લિટર જેટલું પરુ કાઢવામાં આવ્યું હતું. જો આ ઓપરેશન કરવામાં ન આવતે તો પરુ આખા શરીરમાં ફેલાવાની સંભાવનાઓ વધી શકે છે અને માતા અને બાળકની પરિસ્થિતિ ખરાબ થઈ શકતી હતી. ઓપરેશન બાદ સાંજે નોર્મલ ડિલિવરીથી તંદુરસ્ત બાળકનો પણ જન્મ થયો હતો.
બીમારી થવાનું મુખ્ય કારણ ટીબીને કારણે થઈ શકે છે, ડોકટર દ્વારા જાણ થઈ હતી કે બિમારી ખૂબ ઓછી માત્રમાં લોકોને થઈ શકે તેમ છે.