Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ હાઈવે નં.૪૮ ના વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ.

Share

નેશનલ હાઈવે નં.૪૮ ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે. જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરાથી ભરૂચ તરફ આવતાં હોઈ હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર વાહનોની અવર-જવર માટે બંધ કરવો આવશ્યક જણાય છે.

જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સતાની રૂ એ તા.૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી દિન-૦૫ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.૪૮ ના વડોદરા-ભરૂચ વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ કરવા હુકમ કરવામાં આવેલ છે. સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનોથી ભરૂચ આવતાં બ્રીજ/હાઈવે પર ડાયવર્ટ કરવા.

Advertisement

પ્રોજેક્ટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લી., એ ભરૂચ થી વડોદરા તરફ જતાં તથા વડોદરાથી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ/હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરવાની રહેશે એમ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.


Share

Related posts

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ) એકતા મંથન શિબિર યોજાઈ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન, ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું.

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રીની ભાજપમાં ઘર વાપસી : દારૂ બંધી કાઢી નાખે તો ૧૮૨ સીટ આવી જાય, ખુમાનસિંહ વાંસિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!