Proud of Gujarat
FeaturedGujaratINDIA

પી.એમ મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નવિન PSA ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરશે.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ તા.૦૭/૧૦/૨૦૨૧ના રોજ થનાર છે.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સવારે ૧૦-૦૦ કલાકે યોજાનારા આ ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. જેમાં કોરોના વોરિયર્સ અને વેકસિનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજ્યને આવરી લેવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ પુર્ણ…

ProudOfGujarat

સુરતમાં મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!