Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વધર્મ સમુહ લગ્નનું કાર્યક્રમ જુમલા હોલમાં યોજાયો.

Share

ભરૂચ અને વડોદરા જિલ્લાની સરહદ પર આવેલા પાલેજ નજીક આવેલા જુમલા હૉલ ખાતે ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓ નો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 25 મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના યુગલોએ જ્યારે પોતાના નવ સંસારમાં ડગ માંડ્યા ત્યારે કોમી એકતાનો દિપ પ્રજવલ્લિત થઈ ઉઠ્યો હતો અને સાથે સાથે સાંપ્રત સમયમાં માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપ્યો હતો.

ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા… જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર… ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ છે. જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરુચ તેમજ વડોદરા જિલ્લાના સરહદ નજીક આવેલા પાલેજ નજીક જુમલા હૉલમાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 25 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા.

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી.

સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહ શાદી પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ દુઆઓ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ-મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે હાજી હાફેજી ઈસ્માઈલ, હાજી સુલેમાન ડોલા,ફૈઝલ પટેલ, મૌલાના આરીફ આકુબત, મૌલાના મુસ્તાક આકુબત, અકબર ભાઈ લાકડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

અંબાજીમાં શ્રદ્ધાની હેલી, માત્ર 3 દિવસમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!