Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં રહેણાંક વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત : વસાહત વિસ્તારમાં 2 ડુક્કરનો શિકાર કરતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જંગલોમાં વન્ય પ્રાણીઓ અવારનવાર દેખાતા હોય છે, બે દિવસ અગાઉ નેત્રંગ ટાઉન વિસ્તારમાં જવાહર બજાર ખાતે ધોળે દિવસે દીપડો આવી પહોંચતા ભારે ખળભળાટ મચ્યો હતો, રહેણાંક વિસ્તાર નજીક સતત દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ છવાયો છે.

સતત બે દિવસથી રહેણાંક વિસ્તાર નજીક દીપડાની હાજરી એ જ્યાં એક તરફ ફોરેસ્ટ વિભાગને દોડતું કર્યું છે, તો બીજી તરફ સ્થાનિક લોકો પણ ભયના માહોલ વચ્ચે રહેવા મજબુર બન્યા છે, રહેણાંક વિસ્તારની નજીકના જ ખેતરમાં દીપડાની હાજરી હોવાનું હાલમાં માનવમાં આવી રહ્યું છે, સાથે જ નર દીપડો, માદા દીપડી અને તેના બચ્ચા પણ આ જ ખેતરમાં હોવાનું ફોરેસ્ટ વિભાગની હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ગત રોજ નેત્રંગ વસાહત વિસ્તારમાં દીપડાએ બે જેટલા ડુક્કરોનો શિકાર કરતા ત્યાં વસતા સ્થાનિક આદિવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે દીપડાને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિવિધ સ્થળે પાંજરા ગોઠવી દઈ જે તે વિસ્તારમાં જોવા મળતી દીપડાની હાજરીવાળા સ્થળના લોકોને સતર્ક રહેવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે.

Advertisement

નેત્રંગ ફોરેસ્ટ વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દીપડો સ્થાનિકો પર હુમલો કર્યો નથી, પંરતું ડુક્કર, શ્વાન જેવા પ્રાણીઓને પોતાના નિશાને લઈ રહ્યો છે જે પોતાનો માર્ગ ભટકી આ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને પકડવા માટે સતત ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે.


Share

Related posts

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત કરાયું

ProudOfGujarat

ભરૂચનાં નર્મદા નદીનાં ઓવારે વસાવા સમાજ દ્વારા માં ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદથી લગ્ન મંડપ તુટી પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!