Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વ્રુક્ષારોપણ કરનારા વ્રુક્ષો રોપી પલાયન થતા વ્રુક્ષો તેમની રાહ જુએ છે જાણો કેવી રીતે???

Share

 

ભરૂચ જિલ્લામાં મળતી માહિતી પ્રમાણે દર મહીને ૬ થી ૭ જેટલા વ્રુક્ષારોપણનાં કાર્યક્રમો યોજાય છે. આ વ્રુક્ષારોપણનાં કાર્યક્રમોમાં એક કાર્યક્રમ દીઠ ૨૦ જેટલા વ્રુક્ષો પણ ગણીએ તો ૧૦૦ થી ૧૫૦ જેટલા નવા વ્રુક્ષોનુ વ્રુક્ષારોપણ કરવામાં આવે છે. સૌથી વધુ વ્રુક્ષારોપણ એન.જી.ઓ અને મંત્રીઓના હસ્તે થાય છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે વ્રુક્ષરોપણ માત્ર અને માત્ર ફોટોસેશન માટે કરવામાં આવતા હોય તેમ જણાઈ રહ્યું છે.

Advertisement

વ્રુક્ષારોપણ કરાયેલ મીડિયામાં ફોટો આવી જાય એટલે બધું ભૂલી જવાનું એવી વિચારધારાના પગલે વ્રુક્ષારોપણ કાર્યક્રમ સફળ જતા નથી. વ્રુક્ષા રોપણ કાર્યક્રમ બાદ સમય અંતરે વ્રુક્ષોને પાણી આપવું તેમને કોઈ આરોગી ન જાય તે માટે આજુ બાજુ પીપળાનું રક્ષણ કરવું આ બધી બાબતો ન કરાય તો વ્રુક્ષા રોપણનો કોઈ અર્થ નથી. જેમ કે મળતી માહિતી પ્રમાણે ગત વર્ષ દરમ્યાન થયેલ વ્રુક્ષારોપણ કાર્યક્રમમાં માત્ર ૫% જેટલા વ્રુક્ષો હાલ જણાઈ રહ્યા છે. બાકીના વ્રુક્ષોનુ જતન કેમ ન થયું તેના માટે જવાબદાર કોણ ? તેની લોકચર્ચા ચાલી રહી છે.


Share

Related posts

અંકલેશ્વર ભરૂચનાં નવા બ્રિજનાં ટોલ નાકે વાહનચાલકો સાથે ઉધ્ધત વર્તન…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ખાનગી બસને અકસ્માત થતાં એકનું મોત- અન્ય દસને ઇજા.

ProudOfGujarat

ભરૂચના મુન્શી વિદ્યાધામમા ટ્રાફીક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!