Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં સરભાણ ગામ ખાતે સગીરાનાં મોત મામલે પોલીસે તપાસનાં ધમધમાટ શરૂ કર્યા બાદ મોટો ખુલાસો થયો…

Share

ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચ્યો હતો, અચાનક સગીરાના મોતને લઇ તેની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડી સમગ્ર મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સરભાણ ગામની નવી નગરી વિસ્તારમાં રહેતી વસાવા પરિવારની ૧૪ વર્ષીય સગીરા ગતરોજ પોતાના ગામ નજીક આવેલ તળાવ પાસે લાકડા વીણવા માટે ગઇ હતી, પરંતુ તે મોડે સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવતા તેની લાશ આખરે ગ્રામજનોને મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે.

ઘટના અંગેની જાણ અમોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ સગીરાની લાશનો કબ્જો મેળવી તેને પેનલ પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી, સાથે જ સમગ્ર મામલે અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી, જે બાદ સગીરાના મોત મામલે મોટો ખુલાસો થયો હતો. જેમાં પ્રથમ સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની ગળું દબાવી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટમાં સામે આવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચ્યો છે.

Advertisement

સગીરાના મોત અંગેની બાબતે થયેલ ખુલાસા બાદ અમોદ પોલીસ દ્વારા ઘટનાને અંજામ આપનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધાવાની તજવીજ શરૂ કરી છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ભરૂચ ના મુસ્લીમ ચુનારવાડ વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ રોષ ભરાયેલા લોકો એ આજ રોજ પાલિકા ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો

ProudOfGujarat

ભરૂચમાં તડીપાર બુટલેગર ઘરે આવી દારૂ વેચતાં ઝડપાયો.

ProudOfGujarat

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી – ઉમેદવારોની મથામણમાં લાગ્યા રાજકીય પક્ષો, કેટલાક પક્ષોને ચહેરાની તલાશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!