Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મુલદ નજીક કારમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ, અંકલેશ્વર વચ્ચે આવેલ મુલદ ગામના પાટિયા પાસે ગતરાત્રીના સમયે એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા, જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર મામલા અંગેની ફાયર વિભાગને જાણ કરતા ફાયરના કર્મીઓએ લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

મહત્વની બાબત છે કે કારમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે, જોકે કારમાં સવાર ચાલક સહીતના લોકોની સમય સુચકતાના કારણે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી તેમજ કારને હાઇવેની સાઈડ પર લઇ જઈ તમામ સુરક્ષિત રીતે બહાર આવી ગયા બાદ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના હજાત ગામની સીમમાંથી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

વડોદરા : કરજણ ટોલનાકા પરથી વિદેશી દારૂના કુલ 6,96,200 જથ્થા સાથે બે ઈસમની ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા અચાનક બોટ બંધ થતાં પાંચ ઇસમો ફસાઈ જતાં NDRF ની ટીમે રેસ્કયુ કરી બચાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!